વડોદરા પાસે 2 કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મૃત્યુ….

64

રાધેમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામ પરિવારના વડીલના અંતિમક્રિયામાં ડોડીયા પરીવાર ના કાર નું અકસ્માત થયું છે.

અકસ્માતમાં પરિવારના 3 સભ્યોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય સભ્યોને અકસ્માતમાં નાની-મોટી ઇજા પહોંચી છે તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને અકસ્માતના મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા 50 વર્ષના રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, 45 વર્ષના ભીખીબેન હિંમતસિંહ ડોડીયા સહિતના 6 થી 7 પરિવારના સભ્યો મારૂતિ વાનમાં બેસીને વડું ખાતે રહેતા સબંધી મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમ ક્રિયા કરવા માટે તેઓ ગુરૂવારના રોજ ગામડે આવ્યા હતા.

અને અંતિમક્રિયા નો પ્રસંગ પતાવી ને તેઓ ગામ તરફ પરત જઈ રહ્યા હતા. ત્યારે પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે એક કાર ચાલકે તેમની મારુતિ વાનને ટક્કર લગાવી હતી અકસ્માતમાં મારુતી વાન પલ્ટી ખાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં રાબીયા બેન, ભીખીબેન અને વાહનચાલક વિજયસિંહને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!