મૃત્યુ પામેલા મહંત રાજ ભારતી વિશે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથે કહ્યું કે, રાજ ભારતીના 15 યુવતીઓ સાથે…

Published on: 11:04 am, Wed, 25 January 23

ગઈકાલે જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ ઉપર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ વાડીમાં જઈને પોતાની પિસ્તોલ વડે પોતાની પર ગળી ચલાવીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાજ ભારતીબાપુએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પ્રાથમિક તપાસમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ ભારતીબાપુનો દારૂ પીતો વિડીયો અને કેટલાક ઓડિયો વાયરલ થયા જેના કારણે તેમને આ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ જણાવ્યું કે, રાજ ભારતીના યુવતીઓ સાથેના સંબંધો બહાર આવતા તેમ જ દારૂ પાર્ટીઓના રહસ્યો જાહેર થતાં તેને આ પગલું ભર્યું છે.

આ અંગે તેમણે રાજ ભારતીને ચેતવ્યા પણ હતા.મીડિયા સાથે વાતચીત દરમિયાન સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને ત્યારબાદ તેમને હિન્દુ ધર્મ અપનાવીને ભારતી બાપુના શિષ્ય બન્યા હતા. રાજ ભારતીના કુકર્મ ઘણા હતા.

એક યુવતી 8 જુન 2022ના રોજ મને થયેલી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઘણી બધી તપાસ કરતા વિગતો બહાર આવી હતી. રાજ ભારતી 12 થી 15 યુવતીઓ સાથે કુકર્મ થયા હોવાની માહિતી મળી હતી. ડૉ. જ્યોતિર્નાથે વધુમાં વાત કરતા જણાવ્યું કે, મેં બે મહિના પહેલા રાજ ભારતીને ચેતવ્યો હતો કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઈએ. તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો.

કંઈક એવું ન થાય કે તેનું પરિણામ ભોગવવું પડે. જે વિડિયો અમારી પાસે જૂન મહિનાથી છે તે અત્યારે છાપરે ચડીને બહાર આવ્યો છે. એક દીકરીએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી હતી. એક બે દિવસમાં પોલીસ ફરિયાદ થવાની હતી. આવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઈપણ વિકલ્પ ન હતો તેથી તેને આ પગલું ભર્યું છે.

વધુમાં જણાવ્યું કે રાજ ભારતી ઘણા સમયથી દારૂ પાર્ટી કરતો હતો, ભગવો ઉતારીને ટીશર્ટ અને ભગવો ઉતારી આફ પેન્ટ પહેરતો હતો. દીકરીઓ સાથે ન કરવાની હરકતો કરતો હતો. આ ઉપરાંત ડૉ. જ્યોતિર્નાથે ઘણી બધી વાતો જણાવી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને ઘણી બધી વાતો ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો