અવધ ના રાજા રામના દર્શને પહોંચ્યા 250 જેટલા મુસ્લિમ રામ ભકતો, મંદિરે પહોંચીને કર્યું એવું કામ કે વિડીયો જોઈને તમે પણ થઈ શકો છો આશ્ચર્યચકીત…

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જય 22 તારીખે થઈ ગઈ છે ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે ત્યારે ભગવાન શ્રી રામના દર્શન કરવા માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ અયોધ્યા આવે છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 250 જેટલા મુસ્લિમ રામ ભક્તો અયોધ્યા પહોંચ્યા

અને ભગવાન શ્રી રામના દર્શન કર્યા અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.25 જાન્યુઆરી 2024 ના રોજ સેકડો મુસ્લિમ રામ ભક્તોને જૂથ લખનઉ યુપી થી અયોધ્યા માટે રવાના થયું હતું અને આવી સ્થિતિમાં 30 જાન્યુઆરીએ લગભગ 250 જેટલા મુસ્લિમ ભક્તો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આવ્યા હતા

અને એક ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દર્શન માટે આવેલા મુસ્લિમ સમુદાયના લોકો ભગવાન રામને પોતાના પૂર્વ જ માને છે.તમને જણાવી દઈએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ને રોજ થઈ હતી અને ૨૩ જાન્યુઆરી થી સામાન્ય લોકો માટે દર્શનના દરવાજા ખોલવામાં આવ્યા હતા

ત્યારે મળતા આંકડા પ્રમાણે 23 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી લગભગ 20 લાખ જેટલા લોકોએ ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા અને ભક્તોની વધતી ભીડ ને ધ્યાનમાં રાખીને મંદિરે દર્શનનો સમય ટ્રસ્ટ દ્વારા એક કલાક વધારી દેવામાં આવ્યો હતો અને માત્ર એક અઠવાડિયાના સમયમાં લગભગ પાંચ કરોડથી પણ વધારે રકમનું દાન મળેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*