પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને, AAPનો અનોખો વિરોધ, ગાડી વેચવાની છે તેવા બેનરો…

Published on: 9:42 pm, Mon, 12 July 21

દેશમાં પેટ્રોલનો ભાવ દિવસેને દિવસે આસમાની સપાટી પર પહોંચી રહ્યો છે અને દિવસેને દિવસે જનતા નથી ખાલી થઈ રહ્યા છે. એક સમય એવો હતો કે પેટ્રોલ-ડીઝલ 70 થી 75 રૂપિયા માં મળતું હતું. હવે અત્યારે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની આસપાસ છે.

આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો.

તેમને બેનરો લઇને પેટ્રોલ-ડીઝલના ભાવ નો વિરોધ કર્યો બેનરમાં લખ્યું હતું કે પેટ્રોલના ભાવ વધતાં ગાડીમાં પેટ્રોલ પુરાવા કરતાં તો વેચી દેવી સારી આવા બેનરો લઇને વિરોધ કર્યો હતો.

તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ દરમિયાન હાથમાં પકડેલા બેનરમાં લખ્યું હતું કે સ્કૂલ ફી ભરવા માટે ગાડી વેચવાની છે ડીઝલ પોસાતું નથી એટલા માટે ગાડી વેચવાની છે. પેટ્રોલ પોસાતું નથી એટલે ગાડી વેચવાની છે.

ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો ન કરી શકે તેના કારણે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ રહી છે.

આ ઉપરાંત ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી વધારાના મામલે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે કોરોનાની મહામારી માં બાળકોની શાળામાં સ્કૂલ ફી ભરી શકે તેવી કેટલાક પરિવારોની પ્રીતિ ન હોવા છતાં પણ સંચાલકો દ્વારા સ્કૂલ ફી માં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી.

અને બાળકના વાલીઓ પાસેથી ફી વસૂલ કરે છે. ઉપરાંત તેમને કહ્યું કે જ્યાં સુધી બાળક ફી ન ભરે ત્યાં સુધી સ્કૂલ દ્વારા રિપોર્ટ કાર્ડ પણ આપવામાં આવતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને, AAPનો અનોખો વિરોધ, ગાડી વેચવાની છે તેવા બેનરો…"

Leave a comment

Your email address will not be published.


*