ગુજરાતમાં સ્વામિનારાયણ વિરુદ્ધ સનાતન ધર્મ વાળી વાતોથી સોશિયલ મીડિયામાં ફેક આઈડી નો સહારો લઈને ગુજરાતના ભોળા સાધુ સંતોને પણ ઉશ્કેરણી કરીને લડાઈમાં ઉતરવા મજબૂર કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં રાજનીતિમાં પગ પેસારો કરવા ઈચ્છી રહેલી આમ આદમી પાર્ટી ના છુપા કનેક્શન આ વિવાદમાં બહાર આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનો પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ વામપંથી વિચારધારા ધરાવે છે, ત્યારે પોતાને સનાતની અને સનાતન ધર્મના યોદ્ધા ગણાવતા કેટલાક વામપંથી વિચારધારા વાળા ઈસમોએ ગુજરાતના ધાર્મિક સંસ્થાઓને બદનામ કરીને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કર્યું હતું. જેનો અમે આજે નામ સાથે પર્દાફાશ કરવાના છીએ.
આ વિવાદની શરૂઆતમાં પોતાના ફેક એકાઉન્ટ ખોલીને સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધી દુષ્પ્રચાર કરવામાં આવ્યો અને અલગ અલગ એડિટ કરેલા વીડિયોના સામૂહિક પ્રચારથી સાધુ સંતોને પણ જોતરવામાં આવ્યા. સાધુ સંતોને આમ આદમી પાર્ટીના જ કેટલાક કેટલાક વામપંથી વિચારધારા વાળા ઈસમોનો મલિન ઈરાદો સમજાઈ ગયો અને આ લડાઈ ખોટી છે તેમ સમજીને પીછેહઠ કરી લીધી, ત્યારે આમ આદમી પાર્ટીના કહેવાતા નેતાઓએ જાહેરમાં હવે સનાતન ધર્મને પોતાનો ઠેકો સમજ્યો હોય એમ સનાતન ધર્મ સેનાના નામે ગુજરાતીઓ પાસેથી ફંડ ઉઘરાવવા નો કારસો પણ રચી દીધો હોય તેવા મેસેજ વાયરલ થયા છે. આટલું જ નહીં આ બંની બેઠેલા સનાતનનીઓએ પોતાની એક વેબસાઈટ પણ બનાવી નાખી છે. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ અને સનાતન ધર્મને બદનામ કરી શકાય તેવા છુપા મેસેજો વાયરલ કરીને હિન્દુ હિન્દુ વચ્ચે જ લડાઈ ઉભી કરવા પોતાના વામપંથી આકાઓના ઇરાદાઓ પાર પાડી રહ્યા છે.
મિત્રો તમે જાણતા જ હશો કે પંજાબમાં ખાલીસ્તાનીઓ કેવી રીતે ભારત સામે મોરચો માંડી રહ્યા છે એવી રીતે ગુજરાતમાં સરકાર સામે મોરચો માંડવા માટે કોઈ મુદ્દો ન મળતા આ વામપંથી કીડાઓએ હવે ખુલ્લેઆમ આવી ગયા છે. ત્યારે તેઓની સોશિયલ મીડિયા પ્રોફાઈલ તપાસતા ખબર પડી કે વડોદરા નો વિશાલ, અમદાવાદનો અવિનાશ, જામનગરનો નિમેષ અને બ્રિજેશ, સુરતમાં પરેશ જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વિવાદ કરીને ખસી ગયા હતા પરંતુ હવે તેઓ વિચારધારા ધરાવે છે અને સમય સંપ્રદાયના નામે સનાતન ધર્મને જ એકંદરે નુકસાન કરવા માંગે છે તે ઇરાદો સ્પષ્ટ થઈ જતા સાધુ સંતો આ લડાઈ માંથી દૂર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ કાવતરું રચનાર વામપંથીઓ વિરુદ્ધ સુરતમાં ગુનો પણ નોંધાયો છે. જે બાબતે પોલીસ તપાસ પણ શરૂ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment