અત્યાર સુધી સુરતમાં ભાજપે જે કામ નહોતું કર્યું તે કામ AAP નેતાઓએ કર્યું…

182

સુરતમાં પુણા વિસ્તારમાં આવેલ ખાડીમાં ખૂબ જ ગંદકીના કારણે મચ્છર અને વાસ નું પ્રમાણ વધી ગયું હતું પરંતુ ભાજપના નેતાઓ દ્વારા કોઈપણ એક્શન લેવામાં આવતી ન હતી. પરંતુ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓ સાથે ગાડીમાં ઉતરીને સાફ સફાઈ નો આરંભ કર્યો હતો.

સુરત કોર્પોરેશન માં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની સુરત કોર્પોરેશન દ્વારા કામગીરી જોવા મળતી ન હતી. ચોમાસામાં વરસાદના કારણે ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના કિસ્સા બહાર આવ્યા છે.

ચોમાસા દરમ્યાન ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે. આ વર્ષે સુરત મહાનગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી ને લઈને કોઈ ચોક્કસ પગલાં ભર્યા નથી. જેના કારણે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

આમ આદમી દ્વારા સાફ કરવાની રજૂઆત કરવામાં આવી હતી છતા પણ કોઈપણ પ્રકારની કામગીરી હાય હતી નહીં.  આ બાબતે તેમને કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો આ કામગીરી નહીં થાય તો તો આંદોલન કરશે.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી દીધી હતી. ખાડીના કારણે પાણી ખૂબ જ દૂરથી થઈ જતું અને તેના કારણે ચોમાસામાં મચ્છરનું પ્રમાણ ખૂબ જ વધી જતું.

ગંદકી ના કારણે આસપાસની સોસાયટીઓની મેલેરિયા ડેન્ગ્યૂ જેવા રોગનો સામનો કરવો પડ્યો છે. ખાડી રહેલ તમામ ગંદકી ચોમાસામાં વરસાદનું પાણી ભરાતા બહાર આવી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!