ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ વધી ગઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયન થોડા દિવસ પહેલાં જ નિવેદન આપ્યું હતું કે લોકો ધાર્મિક વિધિ કરવા પાછળ સમય અને પૈસા બગાડે છે.
ઉપરાંત તેમને કહ્યું હતું કે લોકો વર્ષોથી એક જ કથા સાંભળી રહ્યા છે. આ વિવાદિત નિવેદન નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. તેના કારણે લોકો રોષે ભરાયા હતા.
આ સમગ્ર મામલે દ્વારકા શારદાપીઠના દંડીસ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે મંદિરમાં દેવતા નથી તો પછી ગોપાલ ઇટાલીયા સોમનાથ શા માટે ગયા હતા.
આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે નાસ્તિકતાનું પ્રદર્શન કરીને તેઓ પોતાની સ્થાપના કરવા માંગે છે. તે માટે આ સમગ્ર મામલે દંડીસ્વામી બ્રાહ્મણ અને વિનંતી કરી છે કે તેઓ એક થાય.
આ ઉપરાંત ગોપાલ ના વિરોધમાં બધા બ્રાહ્મણો એક થયા હતા અને તેમને કહ્યું હતું કે તેઓ હિન્દુ સંસ્કૃતિને જાણતા નથી અને આવા નિવેદન આપી રહ્યા છે.
ઉપરાંત ગોપાલ ઇટાલીયા આ નિવેદનના કારણે ઘણા લોકોની લાગણી પણ દુભાઈ હતી. ઉપરાંત ડાકોરના પોલીસ મથકે તેમની સામે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોવાને લઈને અરજીઓ કરવામાં આવી હતી.
ઉપરાંત આ સમગ્ર મામલે દંડીસ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલીયા નેતા બનવા માટે તેમનો વિરોધ કરી રહ્યા છે. જેથી દંડી સ્વામી નું એવું કહેવું છે કે તેઓ સોમનાથ, નાગેશ્વર અને દ્વારકા મંદિરે આવીને સમગ્ર મામલા પર માફી માંગે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment