એક્શન ની તૈયારી માં મોદી સરકાર,આ મંત્રીનું ગમે ત્યારે રાજીનામું લઇ શકે છે કેન્દ્ર સરકાર

Published on: 10:32 am, Thu, 16 December 21

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના કદાવર નેતા અજય મિશ્રા નું ભાજપ હાઈકમાન્ડ તાબડતોડ દિલ્હી આવવા માટે તેડું મોકલ્યું છે. ગઈકાલે અજય મિશ્રા પત્રકારોના સવાલ પર ભડકી ઉઠ્યા હતા અને જેમતેમ અભદ્ર ભાષામાં ગાળો ભાંડી હતી.

એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર પોતાના મંત્રી પર કાર્યવાહી કરી શકે છે.બીજી તરફ રાહુલ ગાંધી પણ આ મુદ્દે ખુબ જ આક્રમક થઇ ગયા હતા.

રાહુલ ગાંધી અજય મિશ્રાની કરતુત મુદ્દે કહ્યું કે જેમ કૃષિ કાયદા રદ કરાવ્યા તેમ આને પણ અમે જેલ મોકલી ને રહેશો. તમે જોઈ લેજો સરકાર હવે રાજીનામું લેશે.

આ મંત્રી જ્યાં સુધી જેલ નહિ જાય ત્યાં સુધી અમે છોડીશું નહિ.અંત માં રાજીનામું આપવું જ પડશે. જ્યાં સુધી જેલમાં ન જાય ત્યાં સુધી અમે છોડવા ના નથી.ગઈકાલે અજય મિશ્રા પત્રકારોને ગાળો ભાંડતા વીડિયો વાયરલ થયો હતો જેમાં તે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા.

નોંધનીય છે કે ત્રીજી ઓકટોબરનાં રોજ યુપીના લખીમપૂરમાં એક ઘટના થઈ હતી જેમા ચાર ખેડૂતોનાં મોત થયા હતા. સમગ્ર ઘટનામાં આરોપ હતો કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતાના દીકરાએ જ ખેડૂતોનો જીવ લેવા માટે આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું.

ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી કાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવી ગયો છે, SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતોનો જીવ લેવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ કાવતરું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!