મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સુરતમાં 27 બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરીને કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતા અને સુરત શહેરમાં વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી ઊભું થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકોની સેવા કરતા સોશિયલ મીડિયા પર નજરે જોવા મળી રહ્યા છે.
ત્યારે આમ આદમી પાર્ટીએ હું કાર કરી છે અને સુરતની જનતાને પાણી બિલ નહિ ભરવાની અપીલ કરી છે.સુરત શહેરના માનનીય મેયર શ્રી હેમાલી બેન બોઘાવાલા ને વિરોધ પક્ષના નેતા (આપ) ધર્મેન્દ્ર ભંડેરીએ એક પત્ર લખ્યો હતો.
અને તેમાં સુરત મહાનગર પાલિકાની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેક્સને દૂર કરવા અને 24×7 ની સ્કીમ ની પાણીના બિલો રદ કરવા તથા પ્રજાને મિલકતવેરા સહિત યુઝર ચાર્જીસમાં 50 ટકા રાહત આપવા બાબતે પત્ર લખ્યો હતો.
તેઓએ કહ્યું કે કોરોના મહામારી કારણે તમામ ઉદ્યોગો અને નાના મોટા વેપારીઓ ધંધો બંધ કરવાની ફરજ પડી હતી જેથી કપરા કાળમાં પોતાના ધંધા રોજગારો ગુમાવી ચૂક્યા છે.
તથા તેમના માટે વિવિધ દેવાના ડુંગરો વચ્ચે પોતાનું જીવન ટકાવી રાખવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો હોય.ત્યારે રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા 24×7 ની સ્કીમ પાણીના મસમોટા બિલ, વેરા બિલ અને પ્રોફેશનલ ટેક્સ ની ઉઘરાણી ચાલુ કરી દીધેલ છે.
જે સરકારની પ્રજાને દાજ માં ડેમ દેવાની અમાનુષી નીતિનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે.આમ આદમી પાર્ટીએ હુંકાર કર્યો છે.
કે સુરતની જનતા પાણી બિલ નહીં કરવાની અપીલ કરવામાં આવશે તો કોર્પોરેશન દ્વારા નળ કનેક્શન આપવામાં આવે તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો નળ કનેકશન નું ફરીથી જોડાણ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment