ગાંધીનગર માં ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટીએ બનાવ્યો પ્લાન, જાણો વિગતે.

157

ગુજરાત ના પાટનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ને કઠિન સ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે કારણ કે આ વખતે મોટાપાયે તમામ 44 બેઠકો પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ઉમેદવારો ઊભા રાખશે.

જે ભાજપ તો ઠીક પરંતુ કોંગ્રેસ ને વધારે નુકશાન કરશે.ગુજરાત માં ગાંધીનગર એક એવું શહેર છે કે જ્યાં ભાજપ ને વિજય મળતો નથી.મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કોંગ્રેસ ને વિજય મળે છે.

અને સતા માં આવે છે પરંતુ કોંગ્રેસ સત્તા ટકાવી રાખી નથી.અંદરો અંદરના વિખવાદ ના કારણે મહેરબાની સત્તા કોંગ્રેસે હંમેશા ગુમાવી છે અને પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને 18 અને ભાજપ ને 15 બેઠકો મળી હતી.

મેયર પદ ના ઝઘડાના કારણે કોંગ્રેસ તે સમયે મહાનગર ની સતા ગુમાવી હતી.ત્યારપછી 2015 માં પણ પાર્ટીના વિખવાદ ના કારણે કોંગ્રેસ સતાથી દુર રહી હતી.

કોંગ્રેસ ના ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા હતા અને ચૂંટણી ના પરિણામ માં ટાઇ પડી હતી કેમ કે બને પાર્ટી ને એક સરખી બેઠકો મળી હતી.

2021 ની એપ્રિલ મહિનામાં મહાનગર ના ત્રીજી ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ ત્રિપાંખિયો જંગ થવાનો છે.આ મહાનગર માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે.

કોંગ્રેસ આ ચૂંટણી જીતવા માટે શહેર ના 11 વોર્ડ માટે 22 ધારાસભ્યો ને મેદાને ઉતર્યા છે.આ મહાનગર માં ફૂલ 44 બેઠકો છે.કોંગ્રેસ કોઈ ની સાથે ગંઠબંધન કરવાના મૂડમાં નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!