સાંસદ મનસુખ વસાવાના મફત વીજળીના નિવેદન પર, આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજયગુરુએ આપી પોતાની પ્રતિક્રિયા, કહ્યું કે…

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા માટેની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજયગુરુએ બીજેપીના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વિડીયો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇન્દ્રનીલ રાજયગુરુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપનાં સાંસદ જે એક જવાબદારી પદવી પર છે. તેમનું કહેવું છે કે લોકોને વીજળી મફત આપવી ન જોઈએ. ત્યારે આ બાબત પર ઇન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું કે, અમે તેમને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ધારાસભ્ય થી માંડીને દરેક મંત્રીઓ સુધી બધાને સરકાર તરફથી મફત વીજળી આપવામાં આવે છે તે કેમ પોસાય છે? તે કેમનું યોગ્ય છે?

ઇન્દ્રનીલ રાજયગુરુ વધુમાં જણાવ્યું કે, મફત વીજળી છે સામાન્ય જનતાનો અધિકાર નહીં પરંતુ જરૂરિયાત થઈ ગઈ છે તે વીજળી સૌથી મોંઘી સામાન્ય જનતાને આપે છે. ઇન્દ્રનીલ રાજયગુરુએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વીજળી ઉત્પાદન માં ભ્રષ્ટાચાર કરવા માટે સરકારી ઉત્પાદન કેન્દ્રો બંધ કરીને ખાનગી ઉત્પાદન કેન્દ્રોને પ્રોત્સાહન આપીને તેમની પાસેથી વીજળી ખરીદીને, સામાન્ય જનતાને મોંઘી વીજળી આપે છે. ઇન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું કે, હું મનસુખ વસાવાને કહેવા માગું છું કે જો આ બધા ભ્રષ્ટાચાર બંધ થાય તો લોકોને મફત વીજળી પણ આપી શકાય. જે અમે દિલ્હીની સરકારમાં જનહિત માટે કરી બતાવ્યું છે.

વધુમાં આ મુદ્દા પર વાત કરતા ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું કે, દિલ્હીમાં લોકોને મફત વીજળી આપ્યા બાદ પણ સરકાર ચાલે છે અને દિલ્હીમાં ફક્ત સરકાર ચાલી જ નથી, તે ઉપરાંત દિલ્હી સરકારે દિલ્હી પરના બધા દેવતાઓ પૂરા કરી બતાવ્યા છે. દેવા પુરા કર્યા બાદ દિલ્હી સરકાર આર્થિક સ્થિતિએ સ્થિર આગળ વધી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી એ મફત વીજળી આપીને સરકાર ચલાવી તો ગુજરાતમાં કેમ નહીં?

ઇન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું કે, મારી ભાજપ સરકારથી વિનંતી છે કે, ગુજરાતની જનતાને મફત વીજળી આપશો તો સરકાર કેમની ચાલશે, આવી ખોટી અને નબળી માનસિકતા વાળી વાતો મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ન કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરાવા જોઈએ. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં શક્ય છે તો ગુજરાતમાં પણ શક્ય થઈ શકે છે. વધુમાં ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું કે, મફત વીજળીથી લઈને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને સુશાસન ગુજરાતના લોકોને પણ મળી શકે તે હવે ગુજરાતની જનતા પણ સમજી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*