આજરોજ શિક્ષણ સમિતિની કચેરી ખાતે શિક્ષકોની અછત મુદ્દે આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી અમે સતત રજૂઆત કરતા આવ્યા છીએ અને શિક્ષકોની કાયમી માટે ભરતી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે.
અત્યાર સુધીમાં તમામ સામાન્ય સભાઓમાં અમે આ મુદ્દે તારસ્વરે ઉઠાવ્યો છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને આજરોજ સમિતિની 334 જેટલી શાળાઓમાં 1500 જેટલા શિક્ષકોની અછત છે. સુરતના નાનપુરા માં આવેલી શાળા નંબર 20 માં અંગ્રેજી મીડીયમ ધોરણ 1 થી 8 માં માત્ર એક શિક્ષક છે એને કોઈ શિક્ષક આપેલ નથી અને જે 88 શાળાઓને શિક્ષક આપવામાં આવેલ છે એને પણ જરૂરિયાત કરતાં અડધા શિક્ષકો જ આપેલ છે.
આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે શિક્ષણ એ તો હવે ચાલતી પ્રક્રિયા છે તો તેમાં પ્રવાસી શિક્ષકો શા માટે અને શાળાઓ તો શિક્ષક વિનાની ચાલે છે. તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવતીકાલથી ત્રણ દિવસ માટે પ્રવેશોત્સવના નામે પોતાની પાર્ટી નો પ્રચાર કરવાનો કાર્યક્રમ પણ ભાજપ દ્વારા કરી નાખવામાં આવ્યો છે.
અને કાર્યક્રમ સામે કોઈ સવાલ ઊભા ન થાય એટલા માટે ભાજપના શાસકો નાટક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા રાકેશ હિરપરા એ પણ જણાવ્યું કે આજરોજ વિરોધ થવાનો હતો એની જાણ થતાં જ શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી ધનેશ શાહ પોતાની ઓફિસમાં તાળું મારીને ભાગી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment