આ વર્ષે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા કરશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આજથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટેના કાર્યો શરૂ કરી દીધા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભેમા ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી, ગુજરાતના ગાયક કલાકાર વિજય સુવાળા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળા ઉત્તર ગુજરાતની મુલાકાતે હતા ત્યારે પ્રદેશ અધ્યક્ષ ભેમા ચૌધરી અને પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી ની હાજરીમાં બનાસકાંઠાના જગાણા ગામે અશ્વિન ચૌધરી
પ્રવિણ ચૌહાણ, પ્રવિન રબારી, ભગવન પ્રજાપતિ, બાબુ મકવાણા, કિશોર સોની, માનજી ચૌધરી, બાબુ લોહા, વિનોદ કરેનરે, ડાયા પ્રજાપતિ સહિતના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સુરતમાં થોડાક દિવસો પહેલા મનીષ સિસોદિયા ની હાજરીમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઈશુદાન ગઢવી અને વિજય સુવાળાના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના આમ આદમી પાર્ટીમાં એક હજારથી પણ વધારે લોકો જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!