આમ આદમી પાર્ટી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સારું પ્રદર્શન કર્યું હતું અને હવે આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભાની ચૂંટણી પર છે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે.
અને દિવસે દિવસે ગુજરાતમાં આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે અનેક લોકો જોડાઇ રહ્યા છે. જ્યારે આજે ભુજ ખાતે લગાવેલા આમ આદમી પાર્ટીના હોડિગ સાથે કેટલાક લુખ્ખા તત્વો દ્વારા ચેડા કરેલા છે.
એસટી બસના સ્ટેશન એન્ટ્રીમાં હોડિગ ના બેનર ને ફાડી નાખવામાં આવ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે… ભારતીય સુવિધા અનુસાર દરેક રાજકીય પાર્ટી ને પોતાની જાહેરાત કરવાનો હક છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ની જોરદાર એન્ટ્રી ગુજરાતમાં થયેલ છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. એટલે સમજી શકાય એમ છે કે આ કાર્ય ભારતીય જનતા પાર્ટીના અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં બીજી કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા હોર્ડિંગ લગાવ્યા હતા પણ તેમને કોઇ નુકસાન થયું નથી… કેમ કે બીજેપી ને તેમનો ડર નથી… બીજેપી હવે હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment