આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી હમેશા પરિવર્તન લાવવા માટે જે ગુજરાતમાં જે કુશાસન ચાલી રહ્યું છે અને ખાસ કરીને યુવાનો એના ભોગ બન્યા છે યુવાનોને સાચી દિશા આપવા પ્રયત્નશીલ રહી છે અને પાર્ટીનું એક સ્લોગન રહ્યું છે કે અમે રાજનીતિ કરવા નહીં
પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ અને એના ભાગરૂપે મને વિધાનસભા નો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો અને એની જગ્યાએ ગુજરાતના યુવાનોને એક જૂથ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે અને તમામ જવાબદારીઓ હું સ્વીકારું છું અને આમરની પાર્ટી નિર્ણય મારા માટે હંમેશા સર્વોપરી રહેશે અને
ગુજરાતના યુવાનોના પ્રશ્નોને મેં વાચા આપી છે અને યુવાનોના જે સરકારી પરીક્ષાઓના પ્રશ્ન છે તથા શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે સરકાર સામે નિશાન શાંધતો રહીશ અને વર્તમાન સમયમાં મને જે પણ જવાબદારી સોંપવામાં આવે છે તે તમામ જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને એક ક્ષેત્રમાં સીમિત થઈ જવું એના કરતાં સમગ્ર ગુજરાતના વિકાસ માટે કામ કરવા અને સમગ્ર ગુજરાતના યુવાનો માટે કામ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment