આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માત(Accident)ની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રકની નીચે કચડાઈ જવાના કારણે 13 વર્ષના બાળકને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 13 વર્ષનો બાળક સાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ટ્રકનો ટાયર બાળકના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું. આ કારણસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના આજરોજ સવારે 11.47 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનના બાલોત્રામાંથી સામે આવી રહી છે.
મૃત્યુ પામેલા 13 વર્ષના બાળકનું નામ પારસ હતું અને પારસ એક મેડિકલ શોપમાં નોકરી કરતો હતો. આજરોજ તે બપોરના સમયે સાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તે રસ્તાના કિનારે સાયકલ ચલાવી રહ્યો હતો. ત્યારે આગળ રસ્તાના કિનારે પાણી ભરેલું હોવાના કારણે તેની સાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી,
જેના કારણે પારસ જમીન પર ઢળી પડ્યો હતો. આ દરમિયાન પારસ પાછળથી આવતા ટ્રકની નીચે કચડાઈ ગયો હતો. ટ્રક ચાલક કાંઈ સમજે તે પહેલા તો ટ્રક બાળકના માથા ઉપર થી પસાર થઈ ગયો હતો. આ અકસ્માતના સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ભયંકર અકસ્માતની ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો પારસ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. શાળામાં રજા હોવાના કારણે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે એક મેડિકલ શોપમાં નોકરી કરવા માટે જતો હતો.
એ…એ..! ટ્રકની નીચે માથું ચુંદાઈ જતા 13 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત… કઠણ કાળજા વાળા લોકો વિડીયો ન જોતા… pic.twitter.com/TLjtYB41Xk
— GUJJU ROCKZ (@gujju_rockz) May 30, 2023
પારસના પિતા શાકભાજી માર્કેટમાં કામ કરે છે. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રકના નંબરના આધારે આરોપી ડ્રાઇવરને શોધખોળ પણ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment