એ…એ…! બહેનને ટ્રેનમાં બેસાડીને ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે ભાઈ સાથે કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રૂવાડા ઉભા થઈ જશે…

Rajasthan, Pali: હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકને ચાલુ ટ્રેનમાંથી(Train Accident) ઉતરવું ભારે(Accident while alighting from a moving train) પડી ગયું છે. ટ્રેનમાંથી ઉતરથી વખતે યુવક સાથે કંઈક એવી ઘટના બની કે ત્યાં હાજર સૌ કોઈ લોકો દોડતા થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે. અહીં એક ભાઈ પોતાની બહેનને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યો હતો.

ભાઈ બહેનને ટ્રેનમાં બેસાડી રહ્યો હતો ત્યારે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે ઉતાવળમાં ભાઈ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરે છે. આ દરમિયાન તે પોતાનું બેલેન્સ ગુમાવે છે અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી જાય છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવતા યુવકનો એક હાથ કાંડા સુધી કપાઈ ગયો હતો.

ત્યારબાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં જયપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના 13 જૂનના રોજ રાત્રિના સમયે બની હતી. પરંતુ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે યુવક ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી જાય છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 30 વર્ષનો પ્રકાશ ચૌધરી નામનો વ્યક્તિ 13 જૂનના રોજ મંગળવારના રોજ રાત્રિના સમયે પોતાની બહેનને યશવંતપુર-બિકાનેર ટ્રેનમાં બેસાડવા માટે આવ્યો હતો. તેની બહેન બેંગ્લોર જઈ રહી હતી. બહેન અને ટ્રેનમાં બેસાડીને બહેનનો સામાન્ય તે ટ્રેનમાં ચડાવી રહ્યો હતો.

આ દરમિયાન ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે પ્રકાશ ઉતાવળમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવે છે. ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જવાના કારણે તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યાની અંદર ઘૂસી ગયો હતો. આ ઘટનામાં યુવકનો એક હાથ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. ઉપરાંત તેના માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મિત્રો એટલા જ માટે કોઈ દિવસ ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું ન જોઈએ કારણકે આપણી એક નાની એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*