કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા વગેરે જેવા કેટલાક દેશોમાં લૂંટના ઇરાદે ભારતીયોના જીવ લેવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના મેક્સિકો સીટી માંથી સામે આવી રહે છે. અહીં એક ભારતીય યુવક પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલો વ્યક્તિ અમદાવાદની ફાર્માસ્યુટીકલ કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ લિમિટેડનો કર્મચારી હતો. આ ઘટનામાં યુવકના પિતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 38 વર્ષના કેતનભાઇ શાહ પાસેથી લુટેરા હોય 10,000 ડોલરની લૂંટ કરી હતી. પછી આરોપીઓએ કેતનભાઇનો જીવ લઈ લીધો હતો.
જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 19 ઓગસ્ટના રોજ મેક્સિકો સિટીમાં બની હતી. કેટલાક લુટેરાઓએ કેતનભાઇ શાહની કાર પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, ઘટનાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ઇમર્જન્સી સર્વિસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો કેતનભાઇનું મોત થયું હતું.
આ ઘટનામાં કેતનભાઇની કારમાં બેઠેલા તેમના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પછી તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, હાલમાં તેમની તબિયત સ્થિર છે તેવું જાણવા મળી રહ્યું છે. કેતનભાઇના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
કેતનભાઇ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મા સાથે સંકળાયેલા છે. તેમનું મોત થતા જ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કેતનભાઇ સાહેબ એરપોર્ટ પર આવેલા એક ફોરેન એજન્સી સેન્ટરમાંથી 10,000 ઉપાડ્યા હતા. આ રકમ લઈને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બે બાઈક પર સવાર ચાર શખ્સો તેમનો પીછો કરી રહ્યા હતા.
ત્યાર પછી બાઈક પર સવા શખ્સોએ કેતનભાઇ શાહની કાર પર સાત વખત ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કેતનભાઇનું ગોળી વાગતા મોત થઈ ગયું હતું. રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, લુટેરાઓ એ કેતનભાઇને કાર રોકવાનું કહ્યું હતું. પરંતુ કેતનભાઇએ કાર ઉભી રાખી નહીં. જેના કારણે લુટેરાઓએ ગોળી ચલાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment