A youth died after drowning in Mahisagar river: હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગોધરા(Godhra) તાલુકાના ટીંબી પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં(Mahisagar river) ન્હાવા ગયેલા ત્રણ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી ગયેલા યુવકો પંચમહાલ જિલ્લાના હાલોલ અને ધોધંબા તાલુકાના હતા. જાણવા મળી રહ્યું છે કે, યુવકો માનતા કરવા માટે મહીસાગર નદીમાં નાહવા માટે ઉતર્યા હતા.
આ દરમિયાન ત્રણેય યુવકો પાણીમાં ડૂબા લાગ્યા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે યુવકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં બચી ગયેલા યુવકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. વિગતવાર વાત કરીએ તો હાલોલ અને ધોધંબા તાલુકાના યુવકો પરિવાર સાથે મહીસાગર નદીની બાધા માનતા કરવા માટે ગોધરા તાલુકાના ટીંબી પાસે પહોંચ્યા હતા.
અહીં મહીસાગર નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું. યુવકનું મોત થતા જ મૃતક યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ સુરેશ વિક્રમભાઈ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. જ્યારે આ ઘટનામાં 15 વર્ષનો રાજુ વિજયભાઈ અને 17 વર્ષનો પૃથ્વી સંજયભાઈ નામના યુવકો પણ પાણીમાં ડૂબ્યા હતા.
પરંતુ તેમનો આભાર બચાવ થયો હતો, હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે નદીમાં ડૂબી ગયેલા ત્રણેય યુવકોને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ નદીમાં કુદીયા હતા.
તરવૈયાઓ એ ગમે તેમ કરીને બે યુવકોને તો બચાવીને નદીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ જ્યારે અન્ય એક યુવકનું ખાલી મૃતદેજ હાથમાં લાગ્યું હતું. બચી ગયેલા બંને યુવકોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બંનેની હાલત ખૂબ જ નાજુક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment