હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ખાનગી કંપનીમાં કામ કરતી નર્સે ગળાફસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટનાના એક દિવસ પહેલા નર્સે પોતાની ફરજ પર હતી ત્યારે તે મોબાઇલ પર કોઈની સાથે વાત કરતી વખતે રડતી હતી અને માનસિક તણાવમાં હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પ્રેમ પ્રકરણના કારણે નર્સે આ પગલું ભર્યું હોય છે. હાલમાં પોલીસે નર્સેનો મોબાઈલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. મોબાઈલની તપાસ થયા બાદ નર્સે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ જાણી શકાશે. આ ઘટના બિલાસપુરની છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી નર્સેનું નામ લલીતા ધ્રુવા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. લલીતા એક ખાનગી હોસ્પિટલમાં નર્સે તરીકે કામ કરતી હતી. તે મંગળા સ્થિત બ્રિજવિહાર કોલોની માં ભાડાના મકાનમાં રહેતી હતી. રવિવારના રોજ લલીતા પોતાની ફરજ બજાવીને ઘરે પરત ફરી હતી.
તેની સાથે કામ કરતી રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પાછી આવી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. રૂમ પાર્ટનરે ઘણા સમય સુધી રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યારબાદ રૂમ પાર્ટનરે લલિતાને ફોન પણ કર્યો પરંતુ લલિતા ફોન પણ ઉપાડતી ન હતી. શંકાના આધારે યુવતી આજુબાજુના લોકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા.
મૂર્તિ બચાવવા માટે સરકાર પાસે પૈસા નથી અને આ ઉપરાંત લલિતાના મોટા ભાઈને પણ બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ રૂમનો દરવાજો તોડ્યો અને અંદર પ્રવેશ મેળવ્યો, ત્યારે અંદરથી લલિતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ સોમવારના રોજ સવારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લલિતાનો મોબાઇલ જપ્ત કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, લલિતાના સુસાઇડ કરવા પાછળ પ્રેમ પ્રકરણ કારણ હોઈ શકે છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment