વિસનગરની યુવતીએ પોતાના પ્રેમી સાથે ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવતી ઘરેથી કહીને નીકળી હતી કે – હું બજારમાં ગિફ્ટ લેવા જવું છું…

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વિસનગરમાં બનેલી એક જ ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે વિસનગરના ઉમતા ગામ નજીક નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવક અને એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને નીકળી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ પોતાના પ્રેમી સાથે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ યુવતીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલો યુવક મૂળ ઈન્દોરનો અને મૃત્યુ પામેલી યુવતી મૂળ સુઢીયા ગામની રહેવાસી હતી.

યુવકનું નામ જીતેન્દ્ર બાબુલાલ શર્મા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. તે પોતાની બહેન સાથે ઉમતા ગામમાં રહેતો હતો. જીતેન્દ્ર વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. મૃત્યુ પામેલી યુવતીનું નામ પાયલબેન કિશોરજી ઠાકોર હતું.

પાયલ વિસનગરની એસ.કે યુનિવર્સિટીમાં ઓથોપેડિકનો અભ્યાસ કરતી હતી. શનિવારના રોજ લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગિફ્ટ લેવા બજારમાં જઉં છું તેમ કહીને પાયલ ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ પાયલ ઘરે પરત ફરીજ ન હતી.

ત્યારે બીજા દિવસે વહેલી સવારે પાયલ અને જીતેન્દ્રનું મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*