હાલમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક યુવકે ઝેરી દવાની ગોળી પીને સુસાઇડ કરી લીધું છે. યુવકે સુસાઇડ કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેને બે યુવકો પર તેને સુસાઇડ કરવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો.
હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસએ મૃત્યુ પામેલા યુવકના ભાઈની ફરિયાદ પરથી બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. બંનેની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. આ દુઃખદ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે.
સુસાઇડ કરનાર યુવક હરિયાણાના જિંદામાં સિવિલ હોસ્પિટલમાં GNM તરીકે ફરજ બજાવતો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ મનદીપ પુનિયા હતું. મનદીપે સોમવારના રોજ સાંજના સમયે કોઈ ઝેરી દવાની ગોળી ખાઈ લીધી હતી. આ કારણોસર તેની તબિયત બગડવા લાગી હતી. પછી તે પોતાના ભાઈની પાસે પહોંચ્યો હતો.
ત્યારે મનદીપે પોતાના ભાઈને કહ્યું હતું કે, ભાઈ પ્રદીપ અને લેફટી તેને પૈસા માટે હેરાન કરી રહ્યા છે. તેને બંનેને 50 60 લાખ રૂપિયા આપ્યા, પરંતુ હજુ પણ બંને 15 થી 20 લાખ રૂપિયા માંગી રહ્યા છે. બંને તેનો પીછો કરે છે અને તેને ધમકાવે છે. બંનેથી કંટાળીને હું સુસાઇડ કરું છું.
ત્યારબાદ ભાઈ મનદીપને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ગયું હતું અને મનદીપનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, સુસાઇડ કરનાર યુવકે સુસાઇડ કરતા પહેલા તેના ફોન પર એક વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેને કહ્યું કે પ્રદીપ અને લેફ્ટીથી કંટાળીને તે સુસાઇડ કરી રહ્યો છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment