દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ફૂડ ડીલેવરી બોય ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ થવાઈ ગયો હતો. યુવકની માતા સંબંધીઓના ઘરે ગઈ હતી.
ત્યારે તેને ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવકે છેલ્લી વખત મોબાઇલ પર એક યુવતી સાથે વાત કરી હતી. પોલીસે સુસાઇડ નોટ અને મોબાઇલની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ઇંદોરના કોતવાલી વિસ્તારમાંથી સામે આવી રહી છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ ગૌતમ હતું. તેને ઘરે એકલતાનો લાભ ઉઠાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે જણાવ્યું કે ગૌતમને તેના મિત્રએ લટકતી હાલતમાં જોયું હતું. ગૌતમ તેનો ફોન રિસીવ કરતો ન હતો એટલા માટે મિત્રો તેના ઘરે પહોંચી ગયો હતો.
ત્યારે અહીં તેને પોતાના મિત્રને લટકતી હાલતમાં જોયો હતો. પછી આ ઘટનાની જાણ ગૌતમના પરિવારજનોને અને આસપાસના લોકોને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલો ગૌતમ 2 બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે ગૌતમ કોઈ યુવતી સાથે મોબાઈલ પર વાત કરતો હતો. છેલ્લી વખત પણ તેને તે જ યુવતી સાથે મોબાઈલ પર વાત કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. હાલમાં તો પોલીસે ગૌતમનો મોબાઇલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ગૌતમે કયા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment