Live video of death: હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બનતા જ સ્વિમિંગ પૂલનો સંચાલક ફરાર થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજને આધાર બનાવીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના શુક્રવારના રોજ આગ્રાના તાજગંજના SRS વંડર પાર્કમાં આવેલા સ્વિમિંગ પુલમાં બની હતી. અહીં સ્પિનિંગ પુલમાં 35 વર્ષીય આફિસ નામનો યુવક ડૂબી ગયો હતો. આ કારણોસર તેનું કરુણ મોત થયું હતું. યુવક પોતાના મિત્રો સાથે સ્વિમિંગ પૂલમાં નાહવા માટે ગયો હતો.
આ દરમિયાન આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને 8:00 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મોતનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી હતી. યુવક નશાની હાલતમાં હતો કે કોઈની સાથે દુશ્મની હતી. સ્વિમિંગ પૂલમાં માપદંડનું પાલન થતું હતું કે નહીં.
પ્રતિબંધિત સમયમાં યુવક સ્વિમિંગ પૂલમાં કેવી રીતે પહોંચ્યો? ઘણા બધા સવાલો આ ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે હજુ સુધી ઘટનાના કોઈ નકોર પુરાવા મળ્યા નથી. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
#आगरा: थाना ताजगंज के धांधूपुरा स्थित SRS वंडर पार्क में शुक्रवार रात को स्वीमिंग पूल में नहाते समय डूबने से एक युवक की मौत हो गई थी। वहीं शनिवार को इस घटना का सीसीटीवी फुटेज सामने आया है। इस फुटेज में युवक पूल के किनारे पर बाहर आने के लिए संघर्ष करता नजर आ रहा है। #viral pic.twitter.com/WR1rCSY65v
— Anant Dev Pandey (@journalist_adp) May 20, 2023
જેના કારણે પોલીસે યુવકના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધું છે. હાલમાં પોલીસ મૃત્યુ પામેલા યુવકના મિત્રોની પૂછપરછ કરી રહી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આસિફ સ્વિમિંગ પુલમાં નાતી વખતે ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો આ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો. ત્યાર પછી સ્ટાફના લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો પરંતુ ત્યાં સુધીમાં તો તેનો જીવ ચાલ્યો ગયો હતો.
આ સમગ્ર ઘટના સ્વિમિંગ પૂલ ની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment