ગુજરાત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મોરબીમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રસ્તાની વચ્ચોવચ બબાલ કરી રહેલા 4 શખ્સોને સમજાવવા ગયેલા એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. વિગતવાર વાત કરીએ તો મોરબીના જેલ રોડ પર આવેલા વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલા નામના વ્યક્તિનો મોટો દીકરો રવિન્દ્ર ગઈકાલે રાત્રે જમીને ભીમસરમાં રહેતી તેની બહેનના ઘરે જવા માટે નીકળ્યો હતો.
થોડીક કલાકો બાદ રવિન્દ્રાના પરિવારજનો પર ફોન આવ્યો કે રવિન્દ્ર પર કેટલાક શખ્સોએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા છે અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઇજાગ્રસ્ત થયેલા રવીન્દ્રને સૌપ્રથમ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે રવીન્દ્રનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે રાત્રિના સમયે ભીમસરા પાસે કેટલાક લોકો એકબીજા સાથે જાહેરમાં ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર તેમને સમજાવવા માટે તેમની વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન ઝઘડો કરી રહેલા કલેજ લલીતભાઈ વાઘેલા, તેનો ભાઈ રાજુ વાઘેલા, તેના પિતા લલિત કેશુભાઈ વાઘેલા અને રાજુ કેશુભાઈ વાઘેલા સહિતના ચાર શખ્સોએ મળીને રવિન્દ્ર ઉપર પ્રહાર કર્યા હતા.
ચારેય ધારદાર વસ્તુ વડે રવીન્દ્ર પર પ્રહાર કર્યા હતા. આ કારણોસર રવિન્દ્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા રવીન્દ્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. રવીન્દ્રના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને રવીન્દ્રનાથ પિતાએ ચારે આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment