મિત્રો તમને બધાને ખબર હશે કે બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. યાત્રામાં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. ખાસ કરીને અમરનાથની યાત્રામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ભરૂચ માંથી પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો અમરનાથની યાત્રા ઉપર છે. નેત્રંગ તાલુકાના જેસપોર ગામનો યુવાન અમરનાથની યાત્રા ઉપર ગયો હતો.
દરમિયાન પહેલગામ પાસે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર જેસપોર તથા આસપાસના ગામોમાંથી 600 જેટલા યુવાનોકિંગ ટ્રાયબલ ગ્રુપના નેજા હેઠળ અમરનાથની યાત્રાએ જવા માટે રવાના થયા હતા.
આ ગ્રુપમાં જોડાયેલો અને જેસપોર ગામનો વતની 40 વર્ષીય સહદેવ વસાવા પ્રથમ વખત બાબા અમરનાથની યાત્રા ઉપર ગયો હતો. યાત્રા દરમિયાન રસ્તામાં તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો. જેથી તે પહેલગામ રોકાઈ ગયો હતો અને અન્ય શ્રદ્ધાળુઓ બાબા અમરનાથની ગુફા તરફ દર્શન કરવા માટે આગળ વધ્યા હતા.
સાથી મિત્રો બાબા અમરનાથના દર્શન કરીને પરત આવ્યા ત્યારે સહદેવ ગાયબ થઈ ગયું હોત તો જેથી તેમને આ વાતની જાણ પોલીસને કરી હતી. આ દરમિયાન સહદેવનું મૃતને એક પોલીસ સ્ટેશનમાંથી મળ્યું હતું. ત્યારબાદ આ વાતની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.
જાણવા મળી રહ્યું છે કે સહદેવનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. સૌપ્રથમ સહદેવના મૃતદેહને જમ્મુથી વિમાન મારફતે સુરત લાવવામાં આવશે અને અહીંથી તેના વતન મોકલવામાં આવશે. સહદેવના મોતના કારણે એક દીકરી અને એક દીકરાને પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ ઘટના બનતા જ તેના પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. અતિ માહિતી અનુસાર યાત્રા દરમિયાન સહદેવને છાતીમાં દુખાવો પડ્યો હતો, એટલે તે પહેલગામ રોકાયો હતો. અહીં બે દિવસ ની સારવાર બાદ તેને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું અને તેનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment