વડોદરામાં રસ્તા પર શાંતિથી ચાલીને જતો યુવક અચાનક જ ગટરમાં પડી ગયો, પછી તો… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

વડોદરામાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચોકડીથી વાઘોડિયા તરફ જતા રસ્તા ઉપર એક યુવક સાથે કંઈક એવું બન્યું કે વિડીયો જોઈને હચમચી જશો. વાઘોડિયા ચોકડી નજીકના બ્રિજ પર ગઈકાલે રાત્રે બે યુવાનો ચાલીને જતા હતા. આ દરમિયાન બંનેમાંથી એક યુવક ખુલ્લી ગટરની અંદર પડી ગયો હતો.

ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા જ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આજે તે ખુલ્લી ગટરની આજુબાજુ અડાસ મૂકી દેવામાં આવી છે. જેના કારણે કોઈ અકસ્માત નો શિકાર ન બને.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર વાહનોની અવરજવર થઈ રહી છે. આ દરમિયાન બે યુવકો રસ્તા પર શાંતિથી ચાલીને જતા નજરે પડી રહ્યા છે. ત્યારે બંનેમાંથી એક યુવક અચાનક જ ગટરની અંદર પડ્યો હતો. આ ઘટના વાઘોડિયા ચોકડી બ્રિજ પાસે બની હતી. યુવક ગટરમાં પડ્યો ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by OUR VADODARA™ (@ourvadodara)

પછી તો તરત જ યુવકને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે. આ ઘટનામાં નગરપાલિકાની બેદરકારીના કારણે એક યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. પરંતુ સ્થાનિક લોકોએ યુવકને સમયસર ગટરમાંથી બહાર કાઢી લીધો એટલે તેનો જીવ બચી ગયો છે.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*