ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સતત જીવ ટૂંકાવાની ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે આવી ઘટનાઓ હવે ગુજરાત રાજ્યમાં સામાન્ય બાબત બની ગઈ છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન આવી ઘટનાઓ વધી રહી છે.
ત્યારે ટંકારા તાલુકાના દેવડીયા ગામમાં ધંધામાં આર્થિક નુકસાની ભોગવતા જિંગાની ફેક્ટરી ચલાવતા યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ મયુરભાઈ હીરાભાઈ ભાલોડીયા હતું.
મયુરભાઈએ ફેક્ટરીમાં જ પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મયુરભાઈ દેવડીયા ગામે આવેલ કોટેક્ષ જિંગા ફેક્ટરી ચલાવતા હતા. તેમના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મયુરભાઈ ના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં 10 મહિનાનો બાળક છે. મયુરભાઈ ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મયુર ભાઈને ધંધામાં બે કરોડ રૂપિયાની ખોટ આવી હતી.
આ ઉપરાંત બેંકમાંથી ઓડીટ પણ આવવાનું હતું. જેના કારણે મયુરભાઈ ખૂબ જ ટેન્શનમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર 30 તારીખના રોજ તેઓ ઘરેથી ફેક્ટરીએ ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફરિયાદ નહીં. જેથી પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના લોકોને ફેક્ટરીમાં પંખા સાથે લટકતી હાલતમાં મયુરભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વ્યવસાયમાં આવેલી નુકસાનીના કારણે મયુરભાઈએ આ પગલું ભર્યું છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્લું પડ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીઆરપીસી કલમ 174 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment