બે પક્ષ વચ્ચે થયેલી બબાલમાં ધાબા પરથી વિડીયો બનાવી રહેલા યુવકને ગોળી વાગી ગઈ, યુવકનું કરુણ મોત… જુઓ મોતનો ભયંકર વિડિયો…

હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે પક્ષ વચ્ચે થયેલી બબાલમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવકને ગોળી વાગી જતા તેનું કરુણ મૃત્યુ થયું હતું. બે પક્ષ વચ્ચે જ્યારે જોરદાર બબાલ ચાલી રહી હતી. ત્યારે યુવક પોતાના ઘરના ધાબા ઉપર ઉભો હતો.

તે ઉપરથી પોતાના મોબાઈલ ફોનમાં નીચે ચાલી રહેલી બબાલનો વિડીયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે થયેલી બબાલમાં અચાનક જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ કારણસર ઉપર ઉભા રહીને વિડીયો બનાવી રહેલા યુવકને ગોળી વાગી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ચોકાવનારી ઘટના બિહારના ભાગલપુર માંથી સામે આવી રહી છે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ દોઢ મિનિટના વીડિયોમાં બંને પક્ષ વચ્ચે જોરદાર બબાલ ચાલી રહી છે.

ત્યાં ઉભેલા કેટલાક લોકોના હાથમાં રાયફલ જોવા મળી રહે છે. ત્યારે અવાજ આવે છે કે પાછળ હતો નકરે ગોળી ચાલશે. થોડીક વાર પછી ગોળીનો અવાજ આવે છે અને એક યુવક નીચે પડી જાય છે. વિગતવાર વાત કરીએ તો હોળી રમતા રમતા અચાનક જ બે પક્ષ વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ હતી. જોરથી ગીત વગાડવાના મામલામાં બંને પક્ષ વચ્ચે લડાઈ થઈ હતી.

પછી તો ઘટના સ્થળે ગોળીબાર પણ થયો હતો. જેમાં ધાબા ઉપર ઉભેલા એક યુવકને ગોળી વાગી ગઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બનતા જ ખુશીઓના તહેવારમાં માતમ છવાઈ ગયો હતો. અન્ય લોકોની બેદરકારીના કારણે એક હસતા ખેલતા પરિવાર એ પોતાનો દીકરો ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ આશિષકુમાર હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*