બાઈક લઈને કામ પર જતા યુવકને ટ્રેલર ચાલકે કચડી નાખ્યો, યુવકનું ઘટનાસ્થળે દર્દનાક મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેલર ચાલકની ટક્કરના કારણે બાઇક સવાર યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલા બાઇક સવાર યુવકના લગ્નના હજુ તો ત્રણ મહિના જ થયા હતા. તેવામાં યુવકનું મોત થતા જ તેના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ યશવંત હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. યશવંત એક કંપનીમાં કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે તે એક વિસ્તારમાં કોઈ કામ અર્થે ગયો હતો.

આ દરમિયાન એક ટ્રેલર ચાલકે યશવંતની બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યશવંતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સ્થાનિક લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા અને રોડ જામ કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યા હતા. ત્યારબાદ મૃત્યુ પામેલા યશવંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. યશવંતના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ ટ્રેલર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*