મેળો જોવા જઈ રહેલા યુવકનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ રાત્રિના 10:00 વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલો યુવક રાત્રિના સમયે સાસરિયામાં મેળો જોવા માટે જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મળવી માહિતી અનુસાર બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 27 વર્ષના મનરાજ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે યુવકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા યુવકને સંતાનમાં બે બાળકો છે. આ ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*