સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કન્ટેનર ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને અકસ્માતની ઘટનામાં તેનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યો છે કે અકસ્માતની ઘટનામાં કન્ટેનરમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના ભિંડમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાઇક સવાર યુવકનું નામ વિકાસ હતું. હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું કહીને વિકાસ પોતાની ઘરેથી નીકળી ગયો હતો.
આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા એક ઝડપી કન્ટેનરે વિકાસને જોરદાર ઠક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિકાસનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલા વિકાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment