બાઈક ઉપર સવાર થઈને ઘરે જઈ રહેલા યુવકને આખલાએ અડફેટેમાં લીધો, યુવકનું કરુણ મૃત્યુ – પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 3:52 pm, Fri, 12 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આખલાઓના કારણે કેટલાયે લોકોએ પોતાના જીવ ગુમાવી હશે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક પર સવાર એક યુવકને રખડતા આખલાએ અડફેટેમાં લીધો હતો.

જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પ્રતિ માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ સાંજે વડગામ તાલુકાના ચિત્રોડા ગામ પાસે બની હતી. સીસરાણા ગામનો યુવક બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર દોડીને આવતા આખલા યુવકને અડફેટેમાં લીધો હતો.

આખલએ યુવકને બાઈક પરથી નીચે પછાડ્યો હતો તેથી યુવકના મોઢાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ વિજયકુમાર સદાભાઇ પરમાર હતું. વિજય કુમાર છેલ્લા બે મહિનાથી વડગામ ખાતે કાપડની દુકાનમાં કામ કરતો હતો.

વિજય દરરોજની જેમ મંગળવારના રોજ સાંજે પણ પોતાની GJ 08 CL 4119 નંબરની બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન વડગામ-ચિત્રોડા ગામ નજીક આવેલ ચૌધરી સમાજની વાડી સામે રસ્તા ઉપર એક આખલો અચાનક દોડીને વિજયની બાઇક સાથે અથડાયો હતો.

જેના કારણે વિજય બાઈક પરથી નીચે પડ્યો તો આ ઘટનામાં વિજયના માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ વિજયને 108 ની મદદ થી સારવાર માટે તાત્કાલિક વડગામ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ વિજયના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક ઉપર સવાર થઈને ઘરે જઈ રહેલા યુવકને આખલાએ અડફેટેમાં લીધો, યુવકનું કરુણ મૃત્યુ – પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*