સુરતમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કલર કામ કરતા યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

સુરત શહેરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કલર કામ કરતા એક યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.

આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને યુવકના મિત્રએ જણાવ્યું કે, રાત્રિના સમયે તે બધા ભોજન કરીને સુઈ ગયા હતા. ત્યારે લગભગ 11:00 વાગ્યાની આસપાસ યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.

પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સુસાઇડ કરનાર યુવકનું નામ સજ્જન માધવ શાહ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. યુવક મૂળ યુપીનો રહેવાસી હતો અને તે બે બહેનો અને ત્રણ ભાઈઓને જવાબદારી ઉઠાવતો હતો.

એટલા માટે તે કમાવા સુરત આવ્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

યુવક પાંચ મહિના પહેલા રોજગારી મેળવવા માટે સુરતમાં આવ્યો હતો. અહીં તેને પોતાના મિત્રની મદદથી નવનિર્મિત બિલ્ડિંગમાં કલરકામનું કામ મળી ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે સજ્જને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હાલમાં ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*