ભત્રીજાઓને સ્કૂલે મૂકીને બાઈક પર ઘરે આવી રહેલા યુવકને સ્કૂલ બસે કચડી નાખ્યો, યુવકનું ઘટનાસ્થળે મોત…’ઓમ શાંતિ’

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મહેસાણામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મહેસાણામાં શિવાલા સર્કલ પાસે સ્કૂલ બસે બાઇક લઈને જતા યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ સ્કૂલ બસ સામે મહેસાણા તાલુકા પોલીસમાં અકસ્માત પગલે ફરિયાદ નોંધાવી છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મહેસાણા તાલુકાના સુખપુરડા ગામે ઠાકોરવાસમાં 18 વર્ષનો કિશનજી પ્રહલાદજી ઠાકોર પોતાના કૌટુંબિક ભાઈના બાળકોને GJ 02 CN 5285 નંબરની બાઈક લઈને મેવડ સ્કૂલમાં મૂકવા ગયો હતો.

બાળકોને મૂકીને કિશનજી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં GJ 02 VV 8050 નંબરની તપોવન સ્કૂલની બસે કિસનજીની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે આ ઘટનામાં કિશનજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મહત્વ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ભત્રીજાઓને મેવડ સ્કૂલમાં મૂકીને પરત આવી રહેલા યુવકના બાઈકને સ્કૂલ બસે ટક્કર  મારી, યુવકનું ઘટનાસ્થળે જ મોત | A school bus hit the bike of a youth who  was returning ...

ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના કાકાએ સ્કૂલ બસ ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*