સુરતમાં નશાની હાલતમાં રેલવે ટ્રેક પર જ સૂઈ ગયેલા યુવકે પોતાના બંને પગ ગુમાવ્યા, 9 કલાક સુધી…

Published on: 6:43 pm, Sat, 9 October 21

સુરતના અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર નશાની હાલતમાં સૂઈ ગયેલા એક યુવકે પોતાના બંને પગ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક ના પગ પરથી ટ્રેન પસાર થઈ ગઈ ત્યારે યુવકે પોતાનો જીવ બચાવવા ટ્રેક વચ્ચેના ખાડામાં નવ કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં મજબુર બની ને પડી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ યુવકનું નામ ગોલું છે. જ્યારે સવારે રેલવે ટ્રેક ક્રોસ કરીને કામે જતી વખતે ગોલુના મિત્રોને ગોલુ ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી હોત.

તો ત્યારબાદ તેને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. એક મિત્રે જણાવ્યું કે ઘરેથી દુકાને જવાનું કહીને ગોલું નીકળ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગોલું અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમેસના કારખાનાનો કારીગર છે. આ ઉપરાંત ગોલુંના મિત્રે જણાવ્યું કે ગોલું કાનપુરનો રહેવાસી છે.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોલુ નશાની હાલતમાં દુકાને જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ ગોલુ રાત્રે પરત ફર્યો ન હોતો.

આ ઉપરાંત બોલું કહ્યું હતું કે હું નશાની હાલતમાં રેલવે ટ્રેક પર સુઈ ગયો હતો અને મારા પગ પરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર ગોલું લગભગ 9 કલાક સુધી રેલવે ટ્રેકની બાજુમાં તરફડીયા મારી રહ્યો હતો. અને ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!