ટ્રેક્ટર-ટ્રોલી ન દેખાતા યુવકે બાઈકને ટ્રોલીમાં ધુસાવી દેતા સર્જાયો ગંભીર અકસ્માત – યુવકનું મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રતલામમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રતલામના આલોટ રોડ પર ઓજસ હોસ્પિટલની સામે એક બાઈક સવારે પાછળથી ટ્રેક્ટરની ટ્રોલીમાં બાઇકને ઘુસાવી દીધી હતી.

આ અકસ્માતમાં બાઈકચાલક સત્યનારાયણ પાટીદાર નું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે બાઈકમાં પાછળ સવાર રોહિત પાટીદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બંને યુવકો પોતાના ગામથી મિત્રના રિસેપ્શનમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર અંધારામાં રેડિયમ અને રિફલેક્ટર વગરની ટ્રેક્ટર ટ્રોલી યુવકની દેખાઈ નહિ અને યુવકે બાઈકને ટ્રોલીમાં ઘુસાવી દીધી હતી. આ ઘટનામાં બંને યુવકો માંથી એકનું મૃત્યુ થયું હતું.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા જાગ્રત રોહિત પાટીદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ટ્રેક્ટર અને ટ્રોલી કબજે કરીને પોલીસ સ્ટેશન મોકલી આપી હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં સત્યનારાયણ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*