દારૂ પીને ઘરે આવેલા યુવકે રૂમમાં જઈને ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

હાલમાં બનેલી વધુ એક જ સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટના ટ્રકના મિકેનિક તરીકે કામ કરતા યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવક દુકાનેથી ઘરે આવ્યો હતો અને ત્યારબાદ પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. જ્યારે યુવકના ભાભી તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેમને દેવરને લટકતી હાલતમાં જોયો હતો.

પછી આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. યુવકે કયા કારણોસર સુસાઈડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે યુવક દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યાર પછી તેને આ પગલું ભર્યું હતું.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ સુસાઇડની ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકનું નામ ઇરફાન મકરાણી હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. ઈરફાન ટ્રક રીપેરીંગની દુકાને ચલાવતો હતો. મૃત્યુ પામેલા ઈરફાનના પિતાએ જણાવ્યું કે, ઈરફાનને દારૂ પીવાની લત હતી.

મંગળવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તે દુકાનમાંથી દારૂ પીને ઘરે આવ્યો હતો. પછી ઘરે આવીને તે કોઈને કાંઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. થોડાક સમય પછી ઈરફાનના ભાભી તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે રૂમનો દરવાજો ખોલ્યો નહીં.

પછી બારીમાંથી જોયું ત્યારે ઈરફાનનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર પછી પરિવારના સભ્યો ગમે તેમ કરીને રૂમમાં પ્રવેશ્યા હતા અને ઈરફાનને ત્યાંથી નીચે ઉતાર્યો હતો ત્યારે ઈરફાન શ્વાસ લઈ રહ્યો હતો. એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ઇરફાન નું મોત થઈ ગયું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*