એક યુવકે માતાજીના ચરણ સ્પર્શ કર્યા, તો ત્રણ યુવકોએ મળીને તે યુવકનો જીવ લઈ લીધો…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દલિત યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દલિત યુવકની દુર્ગા પંડાલમાં ધુલાઈ કરવામાં આવી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. ઘટના સામે આવતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાની મનાઈ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોનો આરોપ છે કે, તેમના દીકરાએ માતાજીની મૂર્તિને સ્પર્શ કરી એટલે તેનો જીવ લઈ લેવામાં આવ્યો.

પરંતુ એફઆઈઆર માં ઘટનાનું કારણ બહેનને છોડવા માટે બાઈક ન આપવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 30 સપ્ટેમ્બરના રોજ બની હતી. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થયેલા ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિની મન ફાવે તેમ ધુલાઈ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ કહ્યું કે, પોલીસના દબાણમાં આવીને તેમણે એફઆઇઆરમાં બાઈક ની વાત નોંધાવી છે. હકીકતમાં તો માતાજીની મૂર્તિ સ્પર્શ કરી જેના કારણે તેમના દીકરાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના પ્રતાપગઢમાં બની હતી. પ્રતાપગઢના પટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિત વિસ્તાર ઉદયાડીહમાં દુર્ગા પંડાલ સજાવવામાં આવ્યો હતો. ત્યારે જગરૂપ ગૌતમ નામનો વ્યક્તિ 30 સપ્ટેમ્બરના રોજ ભંડારમાં ગયો હતો. ત્યાં માતાજીના પગ કેમ સ્પર્શ કર્યા તે વાતને લઈને હોબાળો થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર કુલદીપ, સંદીપ અને મુન્ના પાલે મને ફાવે તેમ જગરૂપની ધુલાઈ કરી હતી.

ત્યારબાદ અધમૂવો કરીને તેને ઘરે મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે જગરૂપના ઘરે કોઈ પણ હાજર ન હતું. જ્યારે એક સપ્ટેમ્બરના રોજ પરિવારના લોકો ઘરે આવ્યા ત્યારે જગરૂપ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ગામના બંગાળી ડોક્ટર ને બોલાવવામાં આવ્યો હતો. ડોક્ટરે જગરૂપને થોડીક દવા આપી અને એક ઇન્જેક્શન આપ્યું હતું. 2 ઓક્ટોબરના રોજ જગરૂપનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે સંદીપ, કુલદીપ અને મુન્નાપાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનામાં જીવ લેવાનું સાચું કારણ કહ્યું છે તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*