હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અને ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પત્ની અને માસુમ દીકરીનો ધારદાર વસ્તુ વડે જીવ લઇ લીધો છે. ત્યારબાદ આરોપી પતિ ઘરેથી ભાગી ગયો હતો. સવારમાં આ ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આરોપીની શોધ ખોળ શરૂ કરી દીધી છે. આ દર્દનાક ઘટના આગ્રાના ખંડૌલીમાં રવિવારના રોજ મોડી રાત્રે બની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા મારી બેનના લગ્ન મનમોહન સાથે થયા હતા. મનમોહન ખૂબ જ દારૂ પીતો હતો અને અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધ રાખતો હતો.
મારી બેને આ બાબતનો વિરોધ કર્યો તેથી તેને મારી બહેનનો જીવ લઈ લીધો છે. મૃત્યુ પામેલી મહિલાનો આરોપી પતિ હાલમાં ફરાર છે. પોલીસની ટીમ તેની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આરોપી મોહન આગરામાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. તેના પરિવારમાં તેની પત્ની મમતા, દોઢ વર્ષની દીકરી સોમ્યા અને ત્રણ વર્ષનો દીકરો આવર છે.
પરિવાર જનોઈ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે, શનિવારના રોજ 9:30 વાગ્યાની આસપાસ મનમોહનએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે ઘરે ભોજન લીધું હતું. રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તે ઘરની બહાર આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે મનમોહન અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
ત્યારબાદ મનમોહનને ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની અને માસુમ દિકરીનો જીવ લઈ લીધો હતો અને ઘરેથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર સવારે 7:00 વાગ્યાની આસપાસ મનમોહનના ઘરે કોઈ પણ લોકો દેખાતા ન હતા. જેથી પડોશમાં રહેતા કાકા મનમોહનના ઘરે પહોંચ્યા હતા. ત્યારે રૂમમાંથી મનમોહનની પત્ની મમતા અને દોઢ વર્ષની દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું.
જ્યારે મનમોહનનો પુત્ર બીજી રૂમમાં સૂતો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી મનમોહનની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment