એક યુવકે યુવતીના પરિવારજનોની સામે યુવતીનો જીવ લઈ લીધો, ત્યાર બાદ યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક યુવકે પોતાની પ્રેમિકાનો જીવ લઈને પોતે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના શુક્રવારના રોજ રાત્રે સુભાષ નગરએમ બની હતી. મળતી માહિતી મુજબ નયા ગામનો રહેવાસી છગન નામનો યુવક એક પિસ્તોલ લઇને મમતા નામની યુવતીના ઘરે પહોંચે છે.

ત્યાં છગન પિસ્તોલ વડે મમતા પર પ્રહાર કરે છે અને મમતાનો જીવ લઇ લે છે. ત્યારબાદ છગન પોતાના પર પિસ્તોલ પ્રહાર કરે છે અને જાતે જ પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસે બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધા હતા. ત્યાર બાદ પરિવારજનોએ બન્નેનાં અંતીમ સંસ્કાર કર્યા હતા. યુવતીના પિતાએ મૃત્યુ પામેલા યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના પિતાએ જણાવ્યું કે, છગનને શુક્રવારના રોજ રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ તેમના ઘરે આવ્યો હતો.

આ સમયે અમે ભોજન કરી રહ્યા હતા. છગન મારી દીકરી મમતા ને ફોન કરે છે કે હું તને લેવા આવ્યો છું. જો તું મારી સાથે નહીં આવીશ તો હું તારો જીવ લઈશ. ત્યારબાદ મારી દીકરી છગન પાસે જાય છે ત્યારે તે છગનના હાથમાં પિસ્તોલ જોવે છે અને તે ખૂબ જ ગભરાઈ જાય છે.

તેથી તે ઘર તરફ દોડવા લાગે છે આ દરમિયાન છગન મારી દીકરી પર પિસ્તોલ વડે પ્રહાર કરે છે. તેના કારણે મારી દીકરી નું મૃત્યુ થાય છે. ત્યારબાદ છગન પોતે પણ ગભરાઈ જાય છે અને જાતે જ પોતાના પર પિસ્તોલનો પ્રહાર કરીને પોતાનું જીવન ટૂંકાવી લે છે.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવક સંપૂર્ણ ઘટનાનો પ્લાન બનાવીને યુવતીના ઘરે પહોંચ્યો હતો. તેને એક દેશી બનાવટની પિસ્તોલ ખરીદી હતી જે ગેરકાયદેસર છે. સમગ્ર ઘટનાને લઇને હાલમાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*