એક યુવકે પડોશમાં રહેતી ગર્લફ્રેન્ડનો જીવ લઈ લીધો, ત્યાર બાદ આરોપીએ પોતાના પિતા સાથે મળે યુવતીનો મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી જશો…

Published on: 3:27 pm, Thu, 2 June 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ આગ્રામાં ખંડૌલી વિસ્તારમાં એક યુવતીનું મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ છે. પોલીસે આ યુવતીની ઓળખ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીના પિતા મથુરામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે શંકાના આધારે પડોશમાં રહેતા આશિષ નામના યુવકને કસ્ટડીમાં લીધો હતો. આ દરમિયાન આશિષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વિરપાલ નામના વ્યક્તિ યુપીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેઓ આગરાની શાંતિકુંજ કોલોનીમાં રહે છે. વિપુલભાઈની દીકરી ખુશ્બુ બી.કોમ.ની વિદ્યાર્થીની હતી. સોમવારના રોજ ખુશ્બુ સવારે 10 વાગ્યાની આસપાસ કોલેજે ગઈ હતી.

મળતી માહિતી અનુસાર બપોરે ખુશ્બુ નો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને તે મોડી સાંજ થઈ ગઈ છતાં પણ ઘરે પરત આવી ન હતી. જ્યારે ખુશ્બુની કોઈપણ પ્રકારની માહિતી ન મળે ત્યાર બાદ પરિવારજનોએ ખુશ્બુના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે બુધવારના રોજ પોલીસને એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ યુવતીનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. આ દરમિયાન યુવતીની ઓળખ થઈ હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી યુવતીની કોલ ડિટેલ્સ અને પૂછપરછ બાદ પોલીસે યુવતીના પડોશમાં રહેતા આશિષ નામના યુવકને કસ્ટડીમાં લીધો હતો. કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આશિષ એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આશિષ અને ખુશ્બુ વચ્ચે અફેર ચાલતું હતું. સોમવારના રોજ બંને વચ્ચે કોઇ વાતને લઇને માથાકૂટ થઇ ગઇ હતી. તેથી ખુશ્બુ આશિષ ડરાવવા માટે ધારદાર વસ્તુ આશિષને બતાવી હતી. અને ખુશ્બુ આશિષને કહેતી હતી કે તારો જીવ લઈશ. આ વાત ખુશ્બુ મજાકમાં કહેતી હતી.

આ દરમિયાન આશિષને ભારે ગુસ્સો આવી ગયો અને આશિષે ગળું દબાવીને ખુશ્બુનો જીવ લઇ લીધો. ત્યારબાદ ખુશ્બુના મૃતદેહને બાથરૂમમાં છુપાવી દીધું હતું. અને મંગળવારના રોજ રાતે આશિષ એ પોતાના પિતા સાથે મળીને ખુશ્બુના મૃતદેહને અજાણી જગ્યા પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!