જાહેરમાં યુવતીની છેડતી યુવકને પડી ભારે, યુવતીએ કર્યું એવું કે…જુઓ વિડિયો…

248

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવ બની રહ્યા છે ત્યારે સામે આવ્યું છે આ સમગ્ર ઘટના આસામની છે. આસામમાં એક યુવતીને જાહેરમાં છેડવાનું એક યુવકને ભારે પડ્યું છે. યુવતીએ હિંમત બતાવીને યુવકને પકડી રાખ્યો અને ત્યારબાદ પોલીસને તે યુવકને સોંપી દીધો.

યુવતીને જાહેરમાં છેડતી કર્યા બાદ યુવક ભાગવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો નહીં. જ્યારે યુવક યુવતીને છેડીને ભાગવા જતો હતો ત્યારે યુવતીએ હિંમત કરીને સ્કુટી નું પાછળનું ટાયર ઉઠાવીને નાળામાં ફેંકી દીધું.

મળતી માહિતી મુજબ આ યુવતીનું નામ ભાવના કશ્યપ છે. ભાવનાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ માં પોસ્ટ કર્યો છે. આ સમગ્ર ઘટના પર ગુવાહટી પોલીસે પણ ટ્વિટ કર્યું છે.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે 30 જુલાઈના રોજ સાંજે આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની કાર્યવાહી આગળ હવે કોર્ટમાં થશે.

સમગ્ર ઘટના એવી છે કે યુવક યુવતી પાસે પહોંચીને રસ્તો પૂછી રહ્યો હતો ત્યારે યુવતીએ જણાવ્યું કે હું યુવકનો અવાજ બરોબર સાંભળી ન શકે તે માટે હું એકદમ નજીક ગઈ. ત્યાર બાદ યુવતીએ કહ્યું કે મને રસ્તો ખબર નથી, તમે કોઈ બીજા ને પૂછી શકો છો.

જ્યારે યુવતી આ પ્રકારનો જવાબ આપ્યો ત્યારે બાઈક સવાર યુવકે તેની સાથે છેડછાડ કરી. ત્યારે યુવતી ન સમજી શકી કે હવે શું કરવું. ત્યારબાદ બાઈક ચાલક યુવક ભાગવાની કોશિશ કરી રહ્યો હતો.

પરંતુ યુવતી હિંમત બતાવીને નું પાછળનું ટાયર ઊંચું કરી દીધું ત્યારબાદ તે યુવક ભાગી ન શક્યો અને અડધી મિનિટ સુધી યુવક સાથે ધક્કા-મુક્કી કર્યા બાદ તેની સ્કૂટીને યુવતીએ નાળામાં ફેંકી દીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!