દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં નાચતા ના છતાં એક યુવકનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવક ગણેશ મંડપમાં પોતાના મિત્ર સાથે નાચી રહ્યો હતો ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો.
ત્યારે જાણવા મળ્યું કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ પ્રસાદ તરીકે થઈ છે અને તેની ઉંમર 26 વર્ષની હતી. આ ઘટના બુધવારના રોજ રાત્રિના સમયે બની હતી. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયો ટ્વીટર પર Teluge Scribe નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આંધ્રપ્રદેશમાંથી સામે આવી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રસાદ તેના એક મિત્ર સાથે ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે ડાન્સ કરતા કરતા જમીન પર ઢળી પડ્યો હતો.
గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
శ్రీ సత్యసాయి జిల్లా – ధర్మవరంలో
ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. pic.twitter.com/RUqf1mzRMR— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે બેઠા થઈ ગયા હતા. ત્યારબાદ પ્રસાદને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રસાદનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment