હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ યુવતીના પરિવારના લોકોએ બંનેને પકડી પાડયા અને પંચાયત બોલાવી ત્યારે ભાગીને લગ્ન કરનાર યુવકે તેના પડોશમાં રહેતા મિત્રને આ સમગ્ર ઘટનાનો દોષી ઠેરવ્યો હતો.
ત્યારબાદ પંચાયતના લોકો વારંવાર તે યુવતીને બોલાવીને તેને હેરાન કરતા હતા. છેવટે પંચાયતના લોકોની વાતથી કંટાળીને યુવક ખૂબ જ પાસ થઈ ગયો હતો આ કારણોસર તેને પોતાનો જીવ ટૂંકાવી લીધો. મળતી માહિતી અનુસાર સિકારના નેહરુ પાર્ક વિસ્તારમાં રહેતો રવિ નામનો એક યુવક દિલ્હીની યુવતી સાથે ભાગી ગયો હતો.
બંનેએ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્ન થઈ ગયા બાદ રવિ અને યુવતીને યુવતીના પરિવારજનોએ પકડી પાડયા હતા. ત્યાર બાદ દિલ્હીમાં એક પંચાયત થઈ હતી. તેમાં રવિએ જણાવ્યું હતું કે, સિકરમાં તેની પડોશમાં રહેતા મિત્ર સુનીલે તેના લગ્ન કરાવી દીધા છે.
મળતી માહિતી અનુસાર ત્યારબાદ કેટલાક લોકોએ સુનિલને ઘણી વખત ફોન કર્યા અને તેને કહેતા હતા કે, તું ઘણા ખરાબ કામમાં મદદ કરે છો. તારે આ દુનિયાને અલવિદા કહી દેવી જોઈએ તેથી સમાજના લોકોને તારું મોઢું ન જોવું પડે. આ લોકોના વારંવાર ખૂબ જ ફોન આવતા હતા.
તેથી સુનિલ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનમાં આવીને 18 મેના રોજ સુનીલે ઝેરી દવા ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. સુનિલે આ પગલું ભર્યું તે પહેલા આ સમગ્ર વાત પોતાની બહેનને જણાવી હતી. ભાઈ ના મૃત્યુના કારણે બહેન આઘાતમાં ચાલી ગઇ હતી. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ પોલીસ કેસ નોંધાવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment