આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. અમુક અકસ્માતો તો એવા હોય છે જેમાં લોકોનો ચમત્કારીક રીતે બચાવ થાય છે અને ઘણા અકસ્માતો એવા હોય છે જેમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે.
હાલમાં આવી જ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ભારે વાહનોને કારણે સુરતમાં અકસ્માતોની ઘટના સતત વધી રહી છે, સુરતના અડાજણ વિસ્તારમાં ડમ્પરચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઇજા પહોંચી હતી.
અકસ્માત નો બનાવ બનતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા માયા કેસુર સ્ટ્રીટમાં રહેતા ગોવિંદ સેલર નામના વ્યક્તિ બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ઋષભ ટાવર થી અડાજણ પાટીયા તરફ કામ અર્થે નીકળ્યા હતા, પાછળથી એકા એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા.
ડમ્પર ચાલકની ગંભીર બેદરકારી સીસીટીવી માં પણ સ્પષ્ટ દેખાય આવે છે. જેમાં ડમ્પર ચાલક ગફલતભરી રીતે હંકારતા બાઈક ચાલકને અડફેટે લીધા હોવાનું દેખાઈ આવે છે. અંદાજે ડમ્પરચાલકે આઠથી દસ ફૂટ જેટલો બાઈક ચાલકને ઢસડી નાખ્યો હતો. અકસ્માતના ભોગ બનનારા મિત્ર આશિષ સેલરે જણાવ્યું હતું કે, ગોવિંદભાઈ કામકાજ માટે ઘરની બહાર નીકળ્યા હતા.
સુરતમાં બાઈક પર જતા યુવકને ડમ્પર ચાલકે કચડી નાખ્યો, પછી તો કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/G2gNHZW6uZ
— GUJJU ROCKZ (@gujju_rockz) September 19, 2023
આ દરમિયાન આ ઘટના બની હતી અને તેમને ગંભીર ઈજા થઈ છે. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પોલીસ દ્વારા તમામ વિગતો લેવામાં આવી છે અને જાણવા મળ્યું છે કે ડમ્પર ચાલકનો સંપર્ક પણ કરી લીધો છે. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment