સુરતમાં મોડી રાત્રે માસીના ઘરેથી પરત આવતા યુવકનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી… રસ્તા પર અચાનક જ કંઈક એવું બન્યું કે…

મિત્રો ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને આવા વરસાદી માહોલમાં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતમાં કનસાડા લાજપોર રેલવે ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતા એક યુવકનું મોત થયું છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

અડધી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક પોતાના માસીના ઘરેથી ઘરે આવી રહ્યો હતો. આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ સંજય બળવંતભાઈ રાઠોડ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી.

સંજય પોતાના પરિવાર સાથે પલસાણા ગામ ખાતે રહેતો હતો. સંજયના પરિવારમાં તેની પત્ની અને તેના બે સંતાનો છે. સંજય ખેત મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંજયની માતા નું અવસાન થઈ ચૂક્યું છે અને સંજય પરિવારનો એકનો એક દીકરો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સંજય ગઈકાલે 11:30 વાગ્યાની આસપાસ પોતાના મિત્ર રમેશ રાઠોડ સાથે પોતાના માસીના ઘરે ગયો હતો. ત્યાંથી તે રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક જ તેમની બાયક સ્લીપ ખાઈ ગઈ હતી અને બંને મિત્રોને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનામાં સંજય અને રમેશ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ સંજયને વધુ પડતી ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા રમેશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જ્યારે મૃત્યુ પામેલા સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. સંજયના મોતના પગલે પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો છે. સંજયના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*