ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતાં એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીને છોડીને ગળાફાંસો ખાઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 3:44 pm, Sat, 14 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ગેમના કારણે એક 32 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના ઝાલરપાટનના રાયપુરમાં બની છે. અહીં 32 વર્ષીય અમરજીત નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ સમગ્ર ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા અમરજીતના પિતાએ જણાવ્યું કે, અમરજીતને મોબાઈલ પર ગેમ રમવાની હતી અને અમરજીત ઓનલાઇન ગેમમાં દેવાદાર બની ગયો હતો. 1 મહિના પહેલા અમરજીતના પિતાએ એક લાખ રૂપિયા ભરીને અમરજીતનું દેવું ચૂકવ્યું હતું.

હજુ પણ અમરજીત પર એક લાખ રૂપિયાનું દેવું હતું.  દેવાના કારણે અમરજીત ભારે ટેન્શનમાં આવી ગયો હતો. અમરજીતના પિતાએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે હું ઘરમાં બનાવેલી દુકાન પર બેઠો હતો અને મારી સાથે અમરજીત પણ બેઠો હતો. ત્યારે તે અચાનક ઉભો થયો અને રૂમમાં ચાલ્યો ગયો હતો.

થોડીકવાર પછી અમરજીતની માતાએ જોરથી ચીસ પાડી. તેથી હું દોડીને અમરજીતના રૂમ પાસે પહોંચ્યો ત્યારે પંખા સાથે અમરજીત ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અમરજી તેના પિતાએ અમરજીતને નીચે ઉતાર્યો અને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અમરજી તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક અમરજીતની પત્ની પાંચ મહિનાની ગર્ભવતી છે. અમરજીતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અમરજીના પરિવારજનો અને અન્ય લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતાં એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીને છોડીને ગળાફાંસો ખાઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*