વડોદરામાં વ્યાજ અને પ્રેમના ચક્કરમાં એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે “હું તેના વગર જીવી શકું એમ નથી જેથી…”

વડોદરા શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી અને પ્રેમમાં પોતાની જીવન ટૂંકાવ્યું છે. યુવકે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સુસાઇડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજખોરો 10 થી 15 ટકા વ્યાજ વસૂલતા હતા. મૃત્યુ પામેલા યુવકે સુસાઇડ નોટ હિન્દી અને ગુજરાતી ભાષામાં લખી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલી બાલાજી રેસીડેન્સીમાં રહેતા નિશાંતસિંહ સિંધુ નામનો યુવક કુંઢેલા પાસે આવેલી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. નિશાંતસિંહ મૂળ પંજાબનો રહેવાસી હતો.

થોડાક દિવસો પહેલા નિશાંતસિંહના પિતા પંજાબ ગયા હતા અને 18 ફેબ્રુઆરીના રોજ તેઓ ટ્રેનમાં પરત ફરતા હતા. ત્યારે પરિવારના સભ્યોએ તેમને ફોન કર્યો હતો કે, નિશાંતસિંહે વડોદરા સ્થિત ઘરમાં બેડરૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા મકરપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને નિશાંતસિંહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી અને પ્રેમમાં તે પોતાનું જીવન ટૂંક આવે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટના આધારે પોલીસે વ્યાજખોર અક્ષય સામે ગુનો નોંધીને તેની અટકાયત કરેલી છે.

મૃત્યુ પામેલા યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં નિશાંતસિંહ અપને પૂરે હોશો અવાજ મેં લિખ રહા હું. એ અપની જિંદગી ખતમ કરને જા રહા હું. મેરે સુસાઈડ કરને કી સબસે બડી વજા અક્ષય નામ કા એક લડકા હૈ. આ ઉપરાંત સુસાઇડ નોટમાં અક્ષયના વિરુદ્ધમાં ઘણું બધું લખ્યું હતું. આ ઉપરાંત તેને વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અક્ષય જેસે લોગો કો કભી માફ મત કરના.

તેને લખ્યું હતું કે, મેં પલક નામ કી લડકી સે પ્યાર કરતા હું ઔર એ પલક નીતિન સક્સેના નામ કે ઈસમ કે સાથ મથુરામે રહેતી હૈ. છેલ્લા ચાર દિવસથી મારી પલક સાથે વાતચીત થઈ નથી. હું પલકને સાચો પ્રેમ કરું છું. પરંતુ તે મને પ્રેમ કરતી નથી. હું તેના વગર જીવી શકું તેમ નથી જેથી હું સુસાઇડ કરું છું અને મારી સુસાઇડની જાણ પલકને કરજો. જો પલકને નંબર ન લાગે તો નીતિન સક્સેના ને ફોન કરી ને તેની પાસેથી પલકનો નંબર લેજો. પોલીસ કો રીક્વેસ્ટ હે પલકો કુછ ના કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*