અત્યારે સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત તો પ્રેમના એવા કિસ્સા સામે આવે છે જેને સાંભળીને આપણને નવાઈ લાગે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે, અહમદનગરમાં સાત સમંદર પાર પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ચીનના એક યોગ સેન્ટરમાં ટ્રેનરના આસિસ્ટન્ટ તરીકે કામ કરતી શાન યાન ચાંગ નામની યુવતી મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડેના પ્રેમમાં પડી ગઈ હતી. પ્રેમનો એવો સંયોગ થયો કે ચીનની આ યુવતી લગ્ન માટે મહારાષ્ટ્રના અહમદનગરમાં પહોંચી ગઈ હતી. જ્યાં શાન યાન ચાંગ અને રાહુલ પરિવારજનોની હાજરીમાં હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્નના તાતણે બંધાવ્યા હતા.
કોરોના કાળ દરમિયાન શાન યાન ચાંગ અને રાહુલ વચ્ચે પ્રેમ પાંગળ્યા બાદ આ લવ સ્ટોરી આગળ વધતી ગઈ અને હવે તે લગ્નમાં બદલાઈ છે. અહમદનગરના જિલ્લાના ભોજદારીમાં રહેતો રાહુલ હાંડે યોગ શીખવા અને નોકરી ની શોધમાં ચીનમાં ગયો હતો. આ દરમિયાન યોગ ક્લાસીસ માં નોકરી કરતી અને યોગ શિખવતી વખતે શાન યાન ચાંગ સાથે મિત્રતા થઈ ગઈ હતી.
બંનેની મિત્રતા 2017 માં શરૂ થઈ હતી, ત્યારબાદ અજાણ્યા શહેરમાં શાન યાન ચાંગ નામની યુવતીએ તેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. જેથી યુવાને યુવતી નો સ્વભાવ પસંદ આવ્યો હતો. બાદમાં તે પ્રેમમાં બદલાઈ ગયો હતો, બંને એકબીજાના સ્વભાવ સમજતા અને બંને જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું. આથી ચીનના રજીસ્ટર લગ્ન કરી લીધા હાલ પોતાના વતનમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.
મહત્વનું એ છે કે ચીનમાં માત્ર 15 જ મિનિટમાં લગ્ન થાય છે, જ્યારે ભારતમાં લગ્નની વિધિ પાંચ પાંચ દિવસ ચાલતી હોવાથી શાને આવી વિધિ ક્યારે જોઈ ન હતી. ત્યારે પતિના વતનમાં હલ્દી સહિતની વિધિ ને નિહાળી શાન ચાંગે અભિભૂત થઈ ગઈ હતી. વધુમાં કુદરતી વાતાવરણ જોઈ તે પ્રફુલિત થઈ ગઈ હતી, રાહુલના પરિવારજનોએ જણાવ્યું કે સૌપ્રથમ જ્યારે રાહુલે ચીનની યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અમને અજીબ લાગ્યું હતું.
પરદેશની વહુ અહીંની પરંપરા ને અપનાવશે કે નહીં ? તેમને વાતાવરણ માફક આવશે કે નહીં ? તે અંગેના અનેક સવાલો હતા, પરંતુ લગ્ન બાદ હવે પુત્રવધુ તમામ પરંપરા અને સંસ્કૃતિને અપનાવી રહી છે. આથી અમને ગર્વ છે કે અમારા પુત્રના લગ્ન ચીનની છોકરી સાથે થયા છે. અહમદનગર પંથકમાં રહેતો રાહુલ કેટલાક સમયથી ચીનના યોગ ટીચર તરીકે સેવા આપે છે. તે બંને લગ્ન બાદ ફરી ચીન જવા માટે રવાના થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment